ફિલ્મના કલાકારોનો વધુ એક વીડિયો આવ્યો સામે.વીડિયોમાં 10થી વધુ બાઈકો સાથેની રેલીના દ્રશ્યો સામે આવ્યા.વીડિયોમાં ચાલુ બાઈકે ઉભા થઈ લોકો સ્ટંટ કરતા નજરે પડ્યા.ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોની નિવેદન નોંધાવા હાજર થયા. બાઈક પર સ્ટંટ કરનાર ત્રણ લોકોની પોલીસે કરી ઓળખ અમદાવાદમાં ફિલ્મ પ્રમોશન માટે જાહેર રોડ પર સ્ટંટબાજી કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.. ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ના કલાકારો બાઈક પર. છુટ્ટાહાથે સ્ટંટ કરતા. અને હેલમેટ વગર બાઈક ચલાવતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં અભિનેત્રી માનસી પારેખ, ટીકુ તલસાણીયા પણ નજરે પડ્યા હતા. વીડિયો વાયરલ થતાં હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. ફિલ્મ પ્રમોશન માટે કલાકારોની સ્ટંટબાજી બાદ. વીડિયો વાયરલ થતાં અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી. અને ટ્રાફિક પોલીસે ઓળખ કરી કે, સાયન્સ સીટી રોડ પર સ્પોર્ટસ બાઈક પર સ્ટંટ કર્યા હતા. સાથે પોલીસે જણાવ્યું કે, ફિલ્મ પ્રમોશનમાં સ્ટંટ માટે મંજૂરી લેવાઈ નહોતી. એક ખુલ્લી જીપ, બે બાઈકના નંબરોની ઓળખ કરી. અન્ય વાહનોની ઓળખ કરવા સહિતની કાર્યવાહી. એ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ છે. અમદાવાદમાં ફિલ્મ કલાકારના સ્ટંટ કરતા વીડિયોનો મામલો.અભિનેતા ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી પોલીસ સમક્ષ હાજર.એ ડિવિઝન ટ્રાફિક પોલીસ નોંધી રહી છે બંનેનું નિવેદન..નિવેદન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેની પોલીસ કરશે ધરપકડ..એક ફિલ્મના પ્રમોશન દરમિયાન બાઈક પર કર્યો હતો સ્ટંટ.બાઈક પર સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યવાહી