એરપોર્ટ ઓથોરિટી મુજબ, પહેલાથી જ NOC આપવામાં આવી હતી.અને તેના આધારે જ પાલિકા પાસેથી પરવાનગી મેળવી હતી. જોકે, બિલ્ડરોએ એરપોર્ટ પાસે જ ઇમારતો બંનાવી દીધી. ઇમારત બની ગયા પછી, એરપોર્ટ ઓથોરિટીએ પાલિકાને રિપોર્ટ કર્યો હતો. કે ઇમારત જે સ્ટેજમાં છે, તે જ સ્ટેજમાં રાખી મૂકવી. પરંતુ, બિલ્ડરોએ BU મંજૂરી મેળવ્યા વિના જ બારોબાર વેચી દીધી. જેને લઇ હવે ચકચાર મચી છે. પાલિકાએ તો ઇમારત ખાલી કરવા નોટિસ આપી દીધી. હવે રહીશો રાતોરાત જશે ક્યાં?. અને લોકોએ કરોડોની કિંમતે આ ફ્લેટો ખરીદ્યા હતા.