રાજકોટ જસદણ રોડ પર બેકાબૂ કારે અકસ્માત સર્જ્યો છે. આટકોટ-કરણુંકી રોડ પર અકસ્માતમાં 50 વર્ષીય મહિલાનું મોત થયું છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.