ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ પેટાચૂંટણી ન લડવા અંગે કહ્યું કે અમારુ લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર છે એટલે અમે ઉમરેઠની પેટાચૂંટણી નહીં લડીએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમરેઠ બેઠક પર હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થશે..આ બેઠક કોઈપણ સંજોગોમાં જીતવા માટે ભાજપે કમર કસી છે. પ્રચંડ પ્રચાર માટે ભાજપે 40 થી વધુ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે, જેઓ ટૂંક સમયમાં જ ઉમરેઠમાં ધામા નાખશે.તો બીજી તરફ ઉમરેઠ બેઠક જીતવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે જ મેદાનમાં ઉતરી ગયા છે અને મોરચો સંભાળી લીધો છે .પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ એક્ટિવ મોડમાં છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ગામે-ગામ જનસંપર્ક કરશે એક તરફ ભાજપની સંગઠન શક્તિ અને સ્ટાર પ્રચારકોની ફોજ છે, તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પેટાચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ માનીને એડીચોટીનું જોર લગાવ્યું છે.