સમગ્ર ગુજરાતની નજર જેના પર હતી તે વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. ગોપાલ ઇટાલિયાએ 17 હજાર 581 મતની લીડથી ભવ્ય જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયાને કુલ 75 હજાર 906 મતો મળ્યા. જ્યારે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58 હજાર 325 મતો મળ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને 5 હજાર 491 મતો મળ્યા. વિસાવદરની પ્રજાએ ફરી એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. પરિણામ જાહેર થતાં જ આપના કાર્યકરોએ એકબીજાને મીઠાઇ ખવડાવી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી.