વિરોધી પ્રવૃતિ કરવાના આરોપસર ઉમેશ મકવાણાને પાર્ટીમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. AAP સામે ઊભરો ઠાલવ્યાના ગણતરીના કલાકોમાં જ ઉમેશ મકવાણા વિરૂદ્ધ કાર્યવાહી થઇ. અને પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ જાહેરાત કરી. વિસાવદર પેટાચૂંટણીમાં મેદાન માર્યાના ગણતરીના દિવસોમાં AAPમાં થયો છે ભડકો. અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ દંડક પદેથી ધરી દીધું છે રાજીનામું. ઉમેશ મકવાણાનો આરોપ છે કે પાર્ટીમાં દલિત વર્ગ સાથે અન્યાય થઇ રહ્યો છે. સૂત્રોની માનીએ તો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા આખી આમ આદમી પાર્ટીને મેદાનમાં ઉતારી દેવાઇ હતી. જોકે કડીમાં દલિત ઉમેદવારને એકલો મૂકી દેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.. જોકે ઉમેશ મકવાણાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને દલિત વિરોધી ગણાવી હતી