અમદાવાદમાં પોલીસ દ્વારા હેલમેટ અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો. રસ્તા પર હેલમેટ ન પહેરીને નીકળેલા વાહનચાલકોને પોલીસે દંડ ફટકારવાને બદલે હેલમેટનું વિતરણ કર્યું. લોકોમાં હેલમેટ અંગે જાગૃતિ લાવવા પોલીસે શહેરકોટડા વિસ્તારમાં બાઈક રેલી પણ યોજી. એક તરફ હેલમેટ ફરજિયાત પહેરવાને લઈને અનેક શહેરમાં વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં પોલીસ દ્વારા હેલમેટ અંગે લોકોને જાગૃત કરવા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રસ્તા પર હેલમેટ ન પહેરીને નીકળેલા વાહનચાલકોને પોલીસ દંડ ફટકારવાને બદલે હેલમેટનું વિતરણ કરી રહ્યું છે. લોકોમાં હેલમેટ અંગે જાગૃતિ લાવવા અને તેના ફાયદા સમજાવવા પોલીસે શહેરકોટડા વિસ્તારમાં બાઈક રેલી યોજી. પોલીસે હેલમેટ વિતરણ કરી લોકોને જાગૃત કર્યા હતા.