નવસારીના ગાંધી દરિયા કિનારે યોગ દિવસની અલગ અંદાજમાં ઉજવણી કરવામાં આવી છે. એનસીસી કેડેટ્સ અને દાંડી શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ યોગ કર્યા. દરિયા કિનારે યોગ શબ્દના આકારની કલાકૃતિ બનાવવામાં આવી હતી જે સમગ્ર દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. YOG નામથી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આકૃતિના રમણીય દ્રશ્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.