ખેડામાં પરા દરવાજા વિસ્તારમાં નવા વર્ષ અને ભાઈબીજની રાત્રીએ અનોખી ઉજવણી કરવામાં આવે છે. પરા દરવાજા વિસ્તારના કાછીયાપોળ અને ભાવસાર વાડના લોકો સામ-સામે એકબીજાને કોઠી મારી પાછળ ધકેલવાનો પ્રયાસ કરે છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી હવાઈ યુદ્ધ અને કોઠી યુદ્ધ રમવાની પરંપરા છે. યુદ્ધ પહેલા બંને બાજુ હવાઈ નાંખવામાં આવે છે અને ત્યારબાદ કોઠી યુદ્ધ થાય છે.