સુરતમાં BRTS બસમાં ગઠિયો ચોરી ગયો પર્સ.રોકડ રૂપિયા 32 હજાર ભરેલું પર્સ ચોરીને શખ્સ ફરાર.ઉધનાના ખરવરનગર પાસે શખ્સે ચોર્યું પર્સ.BRTSમાં લાગેલા CCTV દ્રશ્યોમાં શખ્સ કેદ.ઉધના પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ. ગોપીપુરામાં રહેતા એક વ્યક્તિ BRTSમાં સવાર હતા. તે દરમિયાન આ આરોપી શખ્સોએ ભીડનો લાભ લઇને પર્સ તફડાવી લીધું. અને ફરાર થઇ ગયા. જોકે, CCTVના આધારે પોલીસે આરોપીઓને શોધીને કાર્યવાહી હાથ ધરી છે.