દીવના દરિયામાં ભયંકર કરંટ જોવા મળ્યો. અરબી સમુદ્રમાં જોરદાર મોજા ઉછળ્યા.સાથે ભારે પવન ફૂંકાયો. દરિયામાં કરંટને પગલે કાંઠે લાંગરેલી બોટ માલસામાન સાથે તણાઇ ગઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા,પોતાની નજર સામે જ બોટ દરિયામાં તણાતા માછીમારોમાં દોડધામ મચી હતી,માછીમારી ચિંતામાં મુકાયા હતા,સાથે પોતાની બોટ બચાવવા માટે માછીમારો મથામણ કરતા જોવા મળ્યા હતા,એક તરફ દરિયામાં કરંટને પગલે ઉછળતા મોજા, તો બીજી તરફ બોટ બચાવવા મથામણ ચાલી રહી હતી.,.. તો દીવના દરિયામાં કરંટ સાથે ભારે પવન પણ ફૂંકાયો. ભારે પવનને પગલે સ્થાનિકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મિનિ વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ પ્રકારે અચાનક વાતાવરણ બદલાતા લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.