રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો અનુભવ, રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, આગામી ચોવીસ કલાકમાં તાપમાન હજુ વધવાની શક્યતા, તારીખ 24થી 26 એપ્રિલમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી, ચૂંટણીના દિવસે 26 તારીખે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ, બફારાનો થશે અનુભવ, બપોરના સમયે હીટવેવની શક્યતાએ હવામાન વિભાગનું એલર્ટ, રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી કરાઈ જાહેર, ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ’ રૂમ ઊભા કરાયા 24 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાથે જ હીટવેવની પણ ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 24 થી 26 દરમિયાન. રાજ્યમાં ગરમીનું જોર વધુ રહેશે. અને એમાં પણ મતદાનના દિવસે. તાપમાનનો પારો. 43 ડિગ્રીએ પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ પહેલાં જ આગાહી કરી ચુક્યું છે કે આ વખતે ગરમી. સામાન્ય કરતાં વધુ જોવા મળશે.