મધ્યમવર્ગીય પરિવારના સભ્ય ગણાતા માંડ મહિને ₹15 હજાર કમાતા 62 વર્ષીય વૃદ્ધ દરજી રેખરાજ ઠાડા માટે આવકવેરા વિભાગનો પરિપત્ર આંચકો બનીને આવ્યો. જે વૃદ્ધે ક્યારેય ગુજરાતની ધરતી પર પગ પણ નથી મૂક્યો, તેમને સુરતની એક બોગસ કંપનીના ડિરેક્ટર દર્શાવી સીધી અને ₹975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારી દેવાઈ છે. ભેજાબાજોએ ગરીબ દરજીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર ₹2500 કરોડના હવાલા પાડી લીધા. અને તેની સીધી અસર પહોંચી છે સુરતના એક પરિવારને કંપીને જે સરનામે રજિસ્ટર્ડ છે, ત્યાં તપાસ કરતાં ત્યાં દીપકભાઈ હસમુખભાઈ ક્લેટવાલાનો પરિવાર રહેતો હોવાનું સામે આવ્યું હતું. મકાનમાલિક દીપકભાઈએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર 1997માં કન્સ્ટ્રક્શન થયા બાદથી અહીં રહે છે અને પિતાના સમયથી 'શ્રીરામ એન્જિનિયરિંગ વર્કશોપ' ચલાવે છે, જ્યાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોનું રીપેરિંગ કામ થાય છે. અહીં ક્યારેય કોઈ બેંક કે ઇન્કમટેક્સના અધિકારી વેરિફિકેશન માટે આવ્યા નથી. તેઓ રૂપ રજત ડાયમંડ કંપની કે તેની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને ઓળખતા પણ નથી. આ નોટિસ મળ્યા બાદ પરિવારે એક પરિચિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લીધી. જેમણે કંપની બાબતોના મંત્રાલયના સત્તાવાર રેકોર્ડ તપાસ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે, રેખરાજ માત્ર રૂપ રજત ડાયમંડ જ નહીં, પરંતુ સુરતની જ અન્ય એક કંપની 'જય બાબેરી ડાયમ પ્રાઇવેટ લિમિટેડ'માં પણ ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે.કોઈ ભેજાબાજે તેમના પાનકાર્ડ અને અન્ય ઓળખ પુરાવાઓનો દુરુપયોગ કરીને વર્ષ 2011થી આ બોગસ શેલ કંપનીઓ ઊભી કરી છે.હવે જોવાનું એ રહેશે કે આઈટી વિભાગ આ મામલે શું કરે છે.પણ હાલ તો આ મધ્મવર્ગીય પરિવારમાં ચિંતાનો માહોલ જરુર દેખાઈ રહ્યો છે.