જામનગરમાં લક્ઝરી કારે અકસ્માત સર્જતા એકનું મોત થયું છે. રાજકોટ હાઈવે પર કાર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લીધુ હતું, જેમાં પતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. પોલીસે કારચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.