બનાસકાંઠા ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં સમાજનું બંધારણ ઘડાયું, ડીસાના સમશેરપુરા ખાતે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી, વિવિધ 11 મુદ્દા પર રબારી સમાજનું નવું બંધારણ ઘડાયું, સગાઈ પ્રસંગે પરિવાર સિવાય કોઈ માટે જમણવાર રાખવો નહીં, લગ્નમાં પ્રિવેડિંગ, હલ્દી અને મહેંદીની રસમ પર સંપૂર્ણ પ્રતિબંધ, લગ્ન પ્રસંગની સોશિયલ મીડિયા પર રીલ બનાવવી નહીં, ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ,સાદો ઢોલ રાખી શકાશે, લગ્નમાં વાસણ પ્રથા બંધ, દીકરીને મર્યાદામાં રોકડ આપવી, અફીણ, બીડી-સિગારેટ જેવા કેફી દ્રવ્યોથી સદંતર દૂર રહેવું, જાનમાં 21થી વધુ ગાડી લઈ જવી નહીં શક્ય હોય તો બસ કરવી, જન્મ પ્રસંગે ખોટા ખર્ચ કરવાને બદલે શૈક્ષણિક સંકુલમાં દાન આપવું, બેબી શાવરની પ્રથા બંધ, ખોળો ભરાવવાની પ્રથા જ ચાલુ રાખવી, ઘરના ઝઘડા કોર્ટ-કચેરીને બદલે વડીલો દ્વારા ઉકેલવા