ગુજરાત ATSએ ઝડપાયેલી મહિલા આતંકીની તપાસમાં થયો છે મોટો ખુલાસો. ઝડપાયેલી આતંકી શમા પરવીન અલકાયદા ગ્રુપની માસ્ટરમાઈન્ડ હોવાની વિગતો સામે આવી છે.. શમા AQIS આતંકી સંગઠનના મુખ્ય હેન્ડલરના સંપર્કમાં હતી. અને શમા સંપૂર્ણ કટ્ટરવાદી વિચારધારા ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે. પોતાની ધરપકડ બાદ શમા પરવીને કહ્યું કે, "આ પણ મારું જેહાદ" છે.. શમા પાકિસ્તાન, આર્મેનિયા સહિતના દેશના સંગઠનોના સીધા સંપર્કમાં હતી. તો પાકિસ્તાની નંબરો પર લાંબી વાતચીતો કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલ પોલીસે શમાના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શક્ય છે કે રિમાન્ડમાં વધુ મોટા ખુલાસા થઇ શકે છે. હાલ ગુજરાત ATS 9 ટીમો બનાવી તપાસ ચલાવી રહી છે. ઝડપાયેલ મહિલા આતંકી. મૂળ ઝારખંડની વતની હોવાનું સામે આવ્યું છે. અને હાલ તે બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ગુજરાત ATSની તપાસમાં. મહિલા અલકાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે. AQISથી જોડાયેલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શમા પરવીન અને અગાઉ ઝડપાયેલા આતંકીઓ. સો. મીડિયાથી એકબીજા સાથે સંપર્કમાં હતા.