ગીર સોમનાથમાં ખુલ્લા આકાશ નીચે બાંધેલા હિંચકા પર મિત્રો સાથે બેસીને હિંચકા ખાઈ રહ્યા હોય અને અચાનક સિંહણ આવી ચડે તો? ખરેખર આવી એક ઘટના ગીરસોમના જિલ્લાના ઉના તાલુકામાં આવેલા એક ફાર્મ હાઉસમાં બની હતી. પાતાપુર ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં માલિક પોતાના મિત્રો સાથે રાતના સમયે હિંચકે ઝૂલી રહ્યા હતા તે દરમિયાન અચાનક એન્ટ્રી લેતા પળભર માટે તેઓ બધા જ ડરી ગયા હતા. જો કે ત્યારબાદ સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈને તમામ મિત્રોએ સાથે મળીને હિંમતથી સિંહણને ભગાડી હતી. જો કે સિંહણની આ લટાર CCTV કેદ થઈ છે.આપને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહથી રોજ ગામમાં સિંહો ખોરાકની શોધ આવી ચડે છે.