ગીર સોમનાથનો સિંહ પરિવારનો રોડ પર લટાર મારતો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહણ સાથે 8 ‘પાઠડા’ સિંહ એટલે કે કિશોર સિંહનું આખુ ટોળું નજરે પડી રહ્યું છે. ત્યારે રસ્તે જતા એક રાહદારીએ પોતાના મોબાઈલના કેમેરામાં આ આદભૂત દ્રશ્ય કેદ કર્યું હતું. જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગીર સોમનાથમાં સિંહ પરિવારનો રોડ પર લટાર મારતો વીડિયો થયો વાયરલ. સિંહણ સાથે 8 ‘પાઠડા’ સિંહ એટલે કે કિશોર સિંહનું આખુ ટોળું નજરે પડ્યું. રસ્તે જતા એક રાહદારીએ પોતાના મોબાઈલના કેમેરામાં આ આદભૂત દ્રશ્ય કેદ કર્યું.