જૂનાગઢના પાતાપુર ગામે સિંહ અને યુવકનો આમનોસામનો થયો. પછી જે થયું તે જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા.. પાતાપુર ગામ પાસે સિમેન્ટ ફેક્ટરી નજીક સિંહ પરિવારના આંટાફેરા વધી રહ્યાં છે. ત્યારે સિંહ અને યુવક સામસામે આવી જતા બન્ને જીવ બચાવવા ભાગ્યાં. યુવકને જોઈ સિંહ પરત ભાગ્યો. તો સિંહને સામે જોઈ યુવક પોતાનો જીવ બચાવવા માટે દોડ્યો. જોકે ઘણા દિવસોથી ફેક્ટરી નજીક સિંહોના આંટાફેરા વધતા. લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.. તો ફેક્ટરીના લોકોનું પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.