તો વરસાદી માહોલ વચ્ચે સુરતમાં સામે આવી છે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના. સુરતના કામરેજ ચાર રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું.. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ નજીક આવેલા વૃક્ષ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં અફરાતફરી સર્જાઇ. ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયું હતું. ત્યારે મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના CCTVમાં કેદ થઇ. જેમાં જોઇ શકાય છે કે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે તેની આસપાસ અનેક લોકો કામ કરી રહ્યા હતા.. જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસ અને ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી. સુરતના કામરેજ ચાર રસ્તા પાસે મહાકાય વૃક્ષ થયું ધરાશાયી. ભારે પવન ફૂંકાતાં ઝાડ તૂટી પડ્યું... વૃક્ષ પડતાં વિસ્તારમાં અફરાતફરી મચી. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી આવી. ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.