ગીર સોમનાથના કોડીનારના દેદાની દેવળી ગામ નજીક જોવા મળ્યો સિંહ પરિવાર. બે સિંહણ અને સાત સિંહબાળ એક સાથે રસ્તા પર નજરે પડ્યાં. ઉના હાઇવેને જોડતા રોડનો વીડિયો સામે આવ્યો. સ્થાનિકોએ સિંહ પરિવારના દ્રશ્યો મોબાઈલ કેમેરાથી ઝડપ્યાં. છેલ્લા ત્રણ દિવસથી દેવળી ગામમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે.