અમદાવાદના સેટેલાઈટ સ્વામિનારાયણ મંદિરમાં પણ ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા અને મહંત સ્વામી મહારાજને અન્નકૂટ ધરાવાયો. અહીં ભારતના 25 રાજ્યની વાનગી ધરાવામાં આવી. કુલ 625 વાનગીઓમાં 25 જાતના ફરસાણ, 25 પ્રકારની મીઠાઈ, 25 જાતના શાક, અથાણાંનો ભોગ ધરાવાયો. વિવિધ 20 પ્રકારની વાનગીઓ સેટેલાઇટ વિસ્તારના હરિભક્તોએ પોતાના ઘરે તૈયાર કરી અને વહેલી સવારે મંદિરમાં અર્પણ કરી. સેટેલાઇટ BAPS સ્વામિનારાયણ મંદિરના રજતજયંતિ ઉત્સવ નિમિત્તે ભક્તોએ ભગવાનના ચરણે ભક્તિ અદા કરી. વર્ષ 2001મા પ્રમુખ સ્વામી મહારાજે સેટેલાઇટ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. વર્ષ 2026માં આ મંદિરનો ભવ્ય રજતજયંતિ ઉત્સવ ઉજવાશે.