રાજકોટમાં સાધુના સ્વાંગમાં આવેલી ઠગ ટોળકીએ લૂંટ ચલાવી. શહેરના અયોધ્યા ચોક અને રેલનગરમાં વોકિંગમાં નીકળેલા બે લોકોને ઠગ ટોળકીએ રોકી અને લૂંટી દીધા. સાધુ સહિત કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ અયોધ્યાથી આવ્યાનો દાવો કર્યો અને 500 રૂપિયાની નોટ આપી વશીકરણ કરી તેમની પાસે રહેલી સોનાની ચેઇન અને વીંટી પડાવી લીધા. ગાંધીગ્રામ અને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં આ ઠગ સાધુ અને ટોળકી સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.