નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લીધે લોકો હેરાન ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે 848 પરથી પસાર થતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. કપરાડાનો પાસેનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે.. ફળી ગામ પાસે પુલના સળિયાને કારણે દુર્ઘટના થતા ટળી છે. ટ્રકમાંથી સળિયો ઉછળી પાછળ આવતી કારમાં લાગ્યો. જોકે કારચાલકે તાત્કાલિક સ્ટેરિંગ પર કાબૂ મેળવતા અકસ્માત થતા બચ્યો છે. તંત્ર સામે વાહનચાલકો રોષ ઠાલવી રહ્યાં છે. અને તાત્કાલિક સમારકામ કરાય તેવી માગ કરાઈ રહી છે. વલસાડમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી લોકો હેરાન. કપરાડાનો નેશનલ હાઈવે-848 પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં. પુલના સળિયાને કારણે દુર્ઘટના થતા ટળી. ટ્રકમાંથી સળિયો ઉછળી પાછળ આવતી કારમાં લાગ્યો. વરસાદ બંધ છતાં તંત્રએ કામગીરી ન કરતા વાહનચાલકોમાં રોષ ફેલાયો. તાત્કાલિક પુલનુ સમારકામ થાય તેવી લોકોની માગ.