સોળે કળાએ ખીલેલી કુદરતી સંપદાના સૌંદર્યને મનભરીને માણવા. પ્રવાસીઓ સુરતથી માત્ર 70 કિલોમીટરમી અંતરે આવેલ આ નેકલેસ પોઈન્ટની મુલાકાત જરૂરથી લેતા હોય છે.. અહીં વ્યૂ પોઈન્ટ કુટિર, શૌચાલય, ચા-નાસ્તાનો સ્ટોલ સહિત પીકનીક સ્પોટનો વિકાસ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓને કોઈ અવગડતા ન પડે. અને પ્રવાસીઓ પણ અહીં સૌંદર્યનો સુંદર નજારો જોઈ મંત્રમૂગ્ધ બન્યાં છે. ડાંગમાં વરસાદી માહોલમાં નેકલેસ પોઈન્ટનો સુંદર નજારો જોવા મળ્યો, ગીરા નદીના કેચમેન્ટ એરિયામાં નદીનું વહેણ જોવા પ્રવાસીઓ ઉમટ્યાં. યૂટર્ન પોઈન્ટનું નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. વનદેવીનો નેકલેસ તરીકે જાણીતો છે યૂટર્ન પોઈન્ટ.