માથા પર સળગતો ગરબો ગરબાના તાલે રાસ લેતા યુવકો. આ દ્રશ્યો છે જામનગરના પંચેશ્વર ટાવર પાસે.. યોજાતી ગરબીમાં ઇંઢોણી રાસના છેલ્લા 40 વર્ષથી યોજાતી ગરબીમાં યુવાનો માથા પર સળગતી ઇંઢોણી અને ગરબો રાખે છે.ગરબામાં કપૂર અને કપાસિયા જેવી વસ્તુઓ ભરવામાં આવે છે અને સળગતા ગરબા સાથે માતાજીની ભક્તિ કરે છે. એકાગ્રતા, તાલમેલ અને પરંપરાગત રજૂઆત સાથે પ્રસ્તૂત થતો આ રાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માત્ર આટલું જ નહીં ઇંઢોણી રાસમાં એક યુવકે વડાપ્રધાનનો નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કરે છે.વડાપ્રધાનનું મહોરું પહેરીને ઇંઢોણી રાસ રમતો. યુવકે લોકોમાં કૂતુહલ સર્જે છે..હવે તો લોકો પણ ઇંઢોણી રાસને. મોદી રાસ તરીકે ઓળખવા લાગ્યા છે. અનોખી વેશભૂષા અને સાહસ રમાતા. આ રાસને જોવા માટે યુવકો દૂર-દૂરથી આવે છે.