જૂનાગઢમાં એક સદી કરતા પણ વધારે જૂની અને જૂનાગઢ શહેરના મધ્યમાંથી પસાર થતી અમરેલી દેલવાડા વેરાવળ શહેરને જોડતી મીટરગેજ લાઇનના સાત રેલવે ફાટકો દૂર થાય તે માટે મીટરગેજ ટ્રેનના રેલ્વે સ્ટેશનને જૂનાગઢના ગાંધીગ્રામ સ્થિત ગ્રોફેડ ખાતે સ્થળાંતરિત કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રેલ્વે વિભાગે આપી દીધી છે, તેને લઈને જૂનાગઢના સામાન્ય શહેરીજનોએ ખુશી વ્યક્ત કરી છે તો આ મામલે જૂનાગઢ મનપાના વિપક્ષ નેતાએ વિવાદિત નિવેદન આપતાની સાથે જ કહ્યું કે ભાજપ ઉજવણી કરી છે. પરંતુ હજુ સુધી કામ માત્ર કાગળ પર છે. કોઈ રોડમેપ ભાજપ પાસે નથી.