વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા. આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ પર પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા. સતત પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાને રાખીને દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો. જો કે હજુ સુધી વડોદરા શહેર માટે ચિંતાનું કોઇ કારણ નથી. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ પર પહોંચ્યું છે.