અમરેલીની તુલસીશ્યામ રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન કરનારા 5 શખ્સો ઝડપાયા. રાત્રે કોદિયા વીડીમાં કાર લઈને સિંહ દર્શન માટે ગયા હતા. વનવિભાગે પેટ્રોલિંગ દરમિયાન તમામને ઝડપી પાડ્યા. ભાવનગરના 2 અને ખાંભાના 3 શખ્સોની ધરપકડ. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વન વિભાગે 90 હજારનો દંડ વસૂલ કર્યો.