પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના આદર્શ મોટી–વીજાપુર સેક્શનનું ગેજ કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. 39.75 કિમી લાંબા આ રૂટ પર 30 ડિસેમ્બર 2025ના રોજ નવી રૂપાંતરિત બ્રોડગેજ લાઇન પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રહ્યો. ટ્રાયલ દરમિયાન આશરે 40 કિમીનું અંતર માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટી, મુસાફરીની ઝડપ અને ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.