પંચમહાલના ઘોઘંબાના ગજાપુરા ગામે ડૂબી જતા ૪ બાળકોના મોત થયા છે. વાસ્મો વિભાગના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ઘટના બની હોવાની હાલ ચર્ચા છે. પાણીની ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં બાજુમાં ઉંડો ખાડો કરેલો હતો. ખાડા ફરતે સુરક્ષા ન હોવાના કારણે બાળકો ખાડામાં ગરકાવ થયા હોવાની ચર્ચા છે. ચાર બાળકોના મોતને કારણે પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.