રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી હતી. ત્યારે અમદાવાદ જેવા મેગા સિટીને વરસાદે ઘમોળી નાંખ્યું છે. ત્યારે ફરી એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? છે.જાણો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય વરસાદી સિસ્ટમ હજુપણ ગુજરાતને ભીંજવશે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.ઉ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે. તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારેની શક્યતા પણ રહેલી છે. સુરત, નવસારી સહિત દક્ષિણના જિલ્લાઓમાં યેલો એલર્ટ, તેમજ બે દિવસ માછીમારોએ દરિયો નાં ખેડવા સૂચના આપવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી જોર રહ્યું છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં નોંધાયો 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે.બનાસકાંઠાના ઓગડમાં વરસ્યો 3.86 ઇંચ વરસાદ,નવસારીના ખેરગામમાં નોંધાયો 3.39 ઇંચ વરસાદ,રાજ્યના 55 તાલુકાઓમાં નોંધાયો એક ઇંચથી વધુ વરસાદરાજ્યના 18 તાલુકાઓમાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.