ધરાલીમાં કુદરતી આફત બાદ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જે માટે ચિનૂક હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે. જો કે, હજુ સુધી રાહત અને બચાવ માટે પર્યાપ્ત સામાન અને સામાગ્રી પહોંચાડવામાં એવી સફળતા મળી શકી નથી.. ચારેબાજુ ભૂસ્ખલન બાદ રસ્તાઓ બંધ છે. આ તરફ ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર 100 મીટરથી વધુ જમીન ધસી પડી છે.. સ્થિતિ એવી છે કે, ચાલીને પણ આગળ વધી શકાય તેમ નથી. રસ્તાઓ બંધ થવાને કારણે ધરાલી અને હર્ષિલમાં રાહત અને બચાવ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. હાઈવે ખુલવાની રાહ જોયા વિના ITBPના જવાનો પાસે બીજા કોઈ વિકલ્પ નથી. જો કે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આજે ઉત્તરકાશીમાં વાતાવરણ ચોખ્ખું છે, જેથી રેક્સ્યૂ ઓપરેશનને વધુ ઝડપી બનાવી શકવાની સંભાવના છે. આ હોનારત બાદ હવે રેસ્ક્યૂ પર જ ધ્યાન કેન્દ્રીય કરાયું છે. પાણી સાથે આવેલા કાદવ કિચડ અને પથ્થરોના કાટમાળને હચાવવામાં ટીમો લાગી છે. રેસ્ક્યૂ માટે અત્યાર સુધી હેલિકોપ્ટરની મદદ કરાઈ છે. પાનીપતના રહેવાસી એક દંપતીનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું. હજુ પણ આ વિસ્તારમાં ચારેબાજુ માત્ર અને માત્ર કાટમાળ જોવા મળી રહ્યો છે. જ્યા પહેલા બજાર હતું, તે હવે કાટમાળ બની ગયું છે. અનેક મકાનો દબાયેલા છે. અનેક લોકો દબાયેલા છે.. જેમને શોધવા એ મોટો પડકાર છે. આખું ગામ દબાયેલું છે. NDRF અને રેસ્ક્યૂ ટીમો સતત કામે લાગી છે.