અગાઉ માત્ર રાત્રે જ વીજળી મળવાથી ખેડૂતોને રાત્રી ઉજાગરા કરવા પડતા હતા. સાથે જ મોડી રાત્રે ખેતરમાં સાપ અને વીંછીનો પણ ડર રહેતો હતો. પરંતું હવે દિવસ દરમિયાન પણ વીજળી મળી રહેતા ખેડૂતોને રાહત મળશે. સાથે ઉત્પાદનમાં વધારો થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જેના લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજ્ય સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કિસાન સૂર્યોદય યોજના થકી દક્ષિણ ગુજરાત વીજ હેઠળના સાત જિલ્લાઓના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસ દરમિયાન વીજ પુરવઠો મળી રહ્યો છે....આ યોજના અંતર્ગત, 4 ફેબ્રુઆરી 2024થી DGVCLના તમામ 807 ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે. આનાથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા અને જંતુઓના ડરમાંથી મુક્તિ મળી છે.ખેતીવાડી ફીડરો મોટાભાગે ઝાડીઓ અને જંગલ વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી.,.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે DGVCL દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા તારોને બદલે MVCC નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી...દિવસના સમયે સિંચાઈ કરાતા પાક ઉત્પાદનમાં પણ વધારો થશે...જેના લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.