રાજકોટના ઉદ્યોગપતિ સાથે 19 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આસામ સરકારના કાઉન્સિલના નામે છેતરપિંડી કરવામાં આવી છે. મોટર પંપનો ઓર્ડર આપી જુદા-જુદા ચાર્જના નામે લીધા હતા રૂપિયા, કંપનીના ભાગીદારે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 6 જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ 87 કરોડથી વધુના બોગસ ઓર્ડર આપ્યા હતા. 87 કરોડમાંથી 14 કરોડથી વધુના મોટરપંપ લીધા હતા.