જે ભગવાનની સેવા ચાકરી કરે છે.સતત તેમની સેવામાં રહેતા પૂજારી જેને સમાજ એક અલગ આદર દ્રષ્ટિથી જોવે છે.પૂજા પાઠ કરતા સેવાનુ કામ એ લોકો કરતા હોય છે જેમને ભગવાનમાં ખૂબ ઉંડી રૂચિ હોય છે પણ અફસોસ એ વાતનો છે કે પૂજારીનો આંચળો પહેરીને આ લોકો પણ એજ મંદિરમાંથી ચોરી કરે છે અને તે પણ ભગવાનના ચાંદીના વસ્ત્રોની.લાગે છે ચાંદીનો વધતો ભાવ પૂજારીને નડ્યો અને બગડી દાનત. અમદાવાદનાં પાલડી વિસ્તારનાં દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરી થઇ છે.અહીંના લક્ષ્મીવર્ધક દેરાસરમાં ભગવાનને ચઢાવેલ આંગીઓની ચોરી કરાઇ છે.ભગવાનના મુકુટ, કુંડલ સહિત ₹1.64 કરોડની ચાંદી ગાયબ થયા બાદ તપાસ શરુ કરાઇ છે.જેમાં પૂજારી અને સફાઈકર્મીઓએ જ હાથફેરો કર્યાના આરોપ લગાવાયા છે.દેરાસરના CCTV બંધ કરી ચોરીને અંજામ અપાયો હતો.આ ઘટના બાદથી પૂજારી અને સફાઈકર્મી પણ ગાયબ થઇ ગયાં છે..હાલમાં ટ્રસ્ટ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે..અને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી