સિંહોના શંકાસ્પદ બીમાર બાદ મોત વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. 11 સિંહ સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામા આવ્યા. 17 સિંહને નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હતા. જશાધાર રેન્જમાં 7 અને બાબરીયા રેન્જમાં 10 નિરીક્ષણ હેઠળ હતા. જશાધાર રેન્જના 4 અને બાબરીયા રેન્જના 7 સિંહને મુક્ત કરાયા. હજી જશાધાર રેસ્ક્યુ સેન્ટરમાં એક સિંહ અને બે બાળ સિંહ નિરીક્ષણમાં. બાબરીયા રેન્જના બે સિંહ અને એક સિંહ બાળ જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ. બાકી 6 સિંહને પણ એકાદ બે દિવસમાં મુક્ત કરાય તેવી શક્યતાઓ.