કહેવત ભલે હોય કે સિંહોના ટોળા ન હોય. પરંતુ, આજકલ તો સાવજ "ટોળા"માં જ દેખા દઈ રહ્યા છે. એ પણ ચાર -પાંચ નહીં. 11-11 સાવજ એકસાથે જોવા મળી રહ્યા છે. દ્રશ્યો. ગીર સોમનાથના ઉમેદપરા ગામમાંથી સામે આવ્યા છે. ગીર ગઢડામાં આવેલ આ ગામમાં. એક સાથે 11-11 સિંહ ઘૂસ્યા હતા. શિકારની શોધમાં. સિંહ પરિવાર ગામમાં પહોંચ્યો હતો અને ગામની ગલીઓમાં આંટાફેરાં કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ. CCTVમાં કેદ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ. 11 સિંહનો આ પરિવાર. ગીર ગઢડાના બસ સ્ટેન્ડ પાસે દેખાયો હતો. અને હવે ઉમેદપરા ગામમાં સિંહ દેખાતા. સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે.