દેવભૂમિ દ્વારકામાં ખંભાળીયાના હર્ષદપુર ગામે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ છે બ્રીજનો અભાવ નવી વાડી અને વી.એચ હાઈસ્કૂલના અંદાજે એક હજાર જેટલા ભૂલકાઓ જીવના જોખમે હાઈવે પસાર કરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે બાળકોને શાળાએ જવા માટે નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે છે. ત્યારે જીવના જોખમે શાળાએ જતાં બાળકોને જોઈને તેમના વાલીઓને પણ સતત પોતાના વ્હાલસોયાની સુરક્ષા અંગે ડર સતાવતો રહે છે. તો બીજી તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે આ અગાઉ હાઈવે ક્રોસ કરતી વખતે અમુક વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા મોતને ભેટ્યા હતા. ત્યારે નાના ભૂલકાઓની સલામતી માટે હાઈવે પર વોકીંગ બ્રીજ બનાવવાની માગ ઊઠી છે.