એક નહીં બે નહીં પરંતુ 10 સિંહોની લટારનો વીડિયો વાયરલ થયો. અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક સાથે 10 સાવજ શેરીમાં દેખાયા હતા. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા સિંહોનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, નવ સિંહોનું ટોળું ગામની શેરીઓમાં શ્વાનની માફક આંટાફેરા કરી રહ્યું હતું. એક દુકાન નજીકથી પણ તેઓ પસાર થયા હતા, જ્યાં દુકાનદાર હાજર હતો. જેને સિંહોનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. રાજુલા-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સિંહો હવે રહેણાંક વિસ્તારો તરફ વળી રહ્યા છે, જેથી સ્થાનિકો પણ ભયમાં મુકાયા છે.