બનાસકાંઠાના ડીસા તાલુકામાં ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ડીસા કંસારી સહિતના ગામોમાં જેટકોના કર્મચારીઓએ કોઈ પૂર્વ સૂચના કે મંજૂરી વિના ઘર આગળ અને ખેતરોમાં દાદાગીરીપૂર્વક વીજ થાંભલા લગાવી દીધા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં થાંભલા લગાડવામાં આવ્યા છતાં તેમને કોઈ વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે ખેતીના કામકાજમાં પણ અવરોધ ઉભો થયો છે. કિસાનો એ પણ આક્ષેપ કર્યો કે જેટકોના અધિકારીઓ સર્વેના બહાને મોડી રાતે ખેતરોમાં પહોંચે છે, જેને કારણે મહિલાઓ અને પરિવારજનોમાં ભયનું વાતાવરણ સર્જાય છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાત્રિના સર્વે તાત્કાલિક બંધ કરાય અને ખેતરોમાં લગાવાયેલા વીજ થાંભલાનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઘટનાએ ગામોમાં ભારે અસંતોષનું માહોલ ઊભો કર્યો છે અને ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે યોગ્ય પગલા ન લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થશે. <h3 class="article-HD"><!--EndFragment --></h3>