Air India અધિકારી દ્રારા અપમાનિત વ્યવહાર કરાતા શુટર મનુ ભાકર ભડકી, કિરણ રિજ્જૂ હસ્તક્ષેપ કર્યો

ટોક્યો ઓલમ્પિક્સ (Tokyo Olympics) માં ભારતની સૌથી મોટી ચંદ્રક દાવેદાર શૂટર મનુ ભાકરે (Manu Bhakar) એર ઈન્ડિયાના (Air India) અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તેનો આક્ષેપ છે કે તમામ કાગળો માન્ય હોવા છતાં, તેમને ભોપાલની ફ્લાઇટ (Bhopal flight) માં બેસવા દેવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, લાંચની પણ માંગ કરવામાં આવી હતી.

Avnish Goswami
| Edited By: | Updated on: Feb 20, 2021 | 12:16 PM

ટોક્યો ઓલમ્પિક્સ (Tokyo Olympics) માં ભારતની સૌથી મોટી ચંદ્રક દાવેદાર શૂટર મનુ ભાકરે (Manu Bhakar) એર ઈન્ડિયાના (Air India) અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. તેનો આક્ષેપ છે કે તમામ કાગળો માન્ય હોવા છતાં, તેમને ભોપાલની ફ્લાઇટ (Bhopal flight) માં બેસવા દેવામાં આવ્યા ન હતા. એટલું જ નહીં, લાંચની પણ માંગ કરવામાં આવી હતી. તેણે તે એક પછી એક પાંચ ટ્વીટ્સ કરીને એરલાઇન્સ પર ગુસ્સો ઉતાર્યો હતો. . જો કે, બાદમાં રમત ગમત પ્રધાન કિરણ રિજ્જુ (Kiren Rijiju)ની દખલ બાદ તેને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી.

યુવા શૂટર મનુ એ પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું હતુ કે, હું દિલ્હી( દિલ્હી એરપોર્ટ) થી ભોપાલ (એમપી શૂટિંગ એકેડેમી) તાલીમ લેવા જઇ રહી છું. તાલીમ માટે મારે મારા હથીયાર અને બુલેટની જરૂર છે. એર ઇન્ડિયાના અધિકારીઓને વિનંતી છે કે જો તેઓ ખેલાડીઓને સન્માન ના આપી શકે તો, ઓછામાં ઓછા ખેલાડીઓનું અપમાન ન કરો. મહેરબાની કરીને પૈસા માંગશો નહીં. મારી પાસે ડીજીસીએ (Directorate General of Civil Aviation) ની પરમીશન છે.

 

તેણે આ સમગ્ર મામલાને વર્ણવતા અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, મને DGCA પરમિટ હોવા છતાં દિલ્હીથી ફ્લાઇટમાં બેસવાની મંજૂરી નથી. તમામ દસ્તાવેજો અને DGCA પરવાનગીની ચકાસણી કરવા છતાં, હવે રૂ .10,200 માંગવામાં આવી રહ્યા છે. તેઓ એ મુસાફરી માટે લાંચ લેવી પડશે? એર ઇન્ડિયાના પ્રભારી મનોજ ગુપ્તા DGCA ને માન્યતા આપતા નથી. તેમણે આ ટ્વિટમાં પીએમ મોદી (PM Modi) , ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીને ટેગ કર્યા હતા.

તેણે અન્ય ટ્વીટમાં એયર ઇન્ડીયાના અધિકારી મનોજ ગુપ્તા અને અન્ય સ્ટાફ પર અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ બતાવ્યુ હતુ કે તેમની પાસે બે ગન અને તેની બુલેટ છે. તેણે લખ્યુ હતુ કે આ પ્રકારનો વ્યવહાર સ્વિકાર્ય નથી. મનોજ ગુપ્તા માણસ નથી. તે મારી સાથે કોઇ આરોપીની માફક વર્તન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના સુરક્ષા પ્રભારીને લોકો સાથે વ્યવહાર કરવા માટે સામાન્ય સમજણની જરુરીયાત છે. આશા છે કે આ વાતની તપાસ કરશે અને તેમને યોગ્ય સ્થળે મોકલશે.

જોકે થોડી વાર બાદ ફરી થી મનુએ એક ટ્વીટ કર્યુ હતુ અને જેમાં તેણે બતાવ્યુ હતુ કે, રમતગમત પ્રધાન કિરણ રિજ્જૂએ મામલામાં હસ્તક્ષેપ કરીને સ્થિતી સુલઝાવી છે. તેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યા છે. તેણે લખ્યુ હતુ કે, આભાર કિરણ રિજ્જૂ સર. આપ સૌના મજબુત સમર્થન બાદ ફ્લાઇટમાં સવાર થઇ શકી. જય હિંદ.

જવાબમાં રમત ગમત પ્રધાન કિરણ રિજ્જૂએ પણ લખ્યુ હતુ કે, તમે ભારતનુ ગર્વ છો.

https://twitter.com/KirenRijiju/status/1362806950556102657?s=20

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">