“મુંબઈમાં જલેબી અને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપણા” Shiv Senaને BMCની ચૂંટણીમાં ગુજરાતીઓની ગરજ?

"મુંબઈમાં જલેબી અને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપણા" Shiv Senaને BMCની ચૂંટણીમાં ગુજરાતીઓની ગરજ?

મુંબઈમાં જલેબી અને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપણા Shiv Senaને BMCની ચૂંટણીમાં ગુજરાતીઓની ગરજ?
shivsena's new slogan for bmc election

“મુંબઈમાં જલેબી અને ફાફડા ઉદ્ધવ ઠાકરે આપણા ” આ સૂત્ર સાથે  Shiv Sena એ વર્ષ 2022મા યોજાનારી  મુંબઈ  મહાનગરપાલિકા ચુંટણી માટે ગુજરાતીઓને આકર્ષવા માટે કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત 10 જાન્યુઆરીના રોજ  જોગેશ્વરી વેસ્ટમાં કોવિડ ગાઈડલાઇન મુજબ 100 ગુજરાતી લોકો સાથે મિટિંગનું આયોજન કરશે.

બૃહદ મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાની ચુંટણી આગામી વર્ષે યોજાવવાની છે. તેમા પણ મહાનગરપાલિકામાં ગુજરાતી સમુદાય મતદારોમા મહત્વનો હિસ્સો છે. તેમાં પણ છેલ્લા અનેક વર્ષોમા ભાજપ અને શિવસેના સાથે ચુંટણી લડી છે. પરંતુ આ વર્ષે ભાજપ અને શિવસેના અલગ અલગ ચુંટણી લડવાના છીએ. જેના લીધે શિવસેનાએ હવે નોન-મરાઠી સમુદાયને પણ ચુંટણી જીતવા માટે આકર્ષવાની જરૂરિયાત ઊભી થઇ છે. તેમાં પણ શિવસેના છેલ્લા બે દાયકાથી બીએમસી પર કબજો ધરાવે છે.

શિવસેનાના નેશનલ ઓર્ગેનાઇજર અને શિવસેનાનો ગુજરાતી ચહેરો હેમરાજ્ શાહના જણાવ્યા અનુસાર  સીએમ ઉદ્ધવ ઠાકરેએ  કોવિડ-19 મહામારીને સફળતાપૂર્વક મુકાબલો કર્યો છે. આ સફળતાને ભાજપ પચાવી શકતું નથી. જેના લીધે શિવસેનાને ભાજપ હરાવશે તેવો દાવો કરવામા આવી રહ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચુંટણી શિવસેના માટે અતિ મહત્વની છે. શિવસેનાએ  એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ અધાડીની રચના કરી હતી અને તેની સાથે સરકારની રચના કરી હતી. વિપક્ષ ભાજપ ઠાકરે સરકારને અલગ અલગ મુદ્દા પર ઘેરી રહી છે.

શાહે જણાવ્યું હતું કે બીએમસી પોલને લઇને રવિવારે મિટિંગનું આયોજન કરવામા આવી રહ્યું છે.  આ બેઠકમા ગુજરાતી સમુદાયને શિવસેનાને વોટ આપવા માટે સમજ આપવામા આવશે.

  • Follow us on Facebook

Published On - 1:50 pm, Wed, 6 January 21

Click on your DTH Provider to Add TV9 Gujarati