Shahajpur: લૉકડાઉનના નામે દુકાનદારને માર્યો તમાચો, મહિલા અધિકારીનો વીડિયો વાયરલ

સહજપુરમાં લૉકડાઉનનું પાલન કરાવવાના નામે આ મહિલા અધિકારીએ એક નાની દુકાનના માલિકને તમાચો મારી દીધો હતો.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 25, 2021 | 11:29 PM

Shahajpur: છત્તીસગઢના (Chhattisgarh) સુરજપુર (Surajpur) જિલ્લામાં કલેક્ટર રણવીર શર્માનો (Ranveer Sharma) બાળકને તમાચો મારતો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે મધ્યપ્રદેશમાંથી (Madhya Pradesh) પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 

પોતાની સત્તાનો દુરઉપયોગ કરતા મહિલા અડીએમએ ચપ્પલના (ADM slaps footwear vendor ) વેપારીને તમાચો મારી દીધો છે. સોશિયલ મીડિયા (Social Media) પર હવે આ મહિલાનો તમાચો મારતો વીડિયો વાયરલ થયો છે.

 

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) સહજપુરમાં (Shahajpur) લૉકડાઉનનું (Lockdown) પાલન કરાવવાના નામે આ મહિલા અધિકારીએ એક નાની દુકાનના માલિકને તમાચો મારી દીધો હતો. અધિકારીએ તમાચો માર્યા બાદ આ દુકાનદારે કહ્યું કે તેની દુકાનનું શટર નીચું હતુ, પરંતુ પોલીસે શટરને ઉંચુ કર્યુ અને આ દુકાનદારને  (Shop Keeper) માર માર્યો. પોલીસ પાસે લાકડીથી મરાવ્યા બાદ મેડમે પણ તેને તમાચો મારી દીધો.

 

 

મંત્રીએ આપ્યુ કાર્યવાહીનું આશ્વાસન

વીડિયો વાયરલ થતા જ લોકો આ મહિલા અધિકારીની આલોચના કરી રહ્યા છે. તેવામાં મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી ઈંદરસિંહ પરમારે (Indarsinh Parmar) કહ્યું છે કે અધિકારીનો વ્યવહાર યોગ્ય ન હતો અને જરૂરત પડવા પર આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં (Chhattisgarh) ડીએમ (DM) અને એસડીએમના (SDM) થપ્પડકાંડ બાદ હવે મધ્ય પ્રદેશનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન આ મહિલા અધિકારી પર છે. દેશભરમાં આ મહિલા અધિકારીની આલોચના થઈ રહી છે.

 

વારંવાર સોશિયલ મીડિયામાં અધિકારીઓના આ પ્રકારના વર્તનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આજકાલ ઈન્ટરનેટના યુગમાં કોઈ વાત છુપાયેલી રહેતી નથી, તેવામાં ગેરવર્તનનો કોઈ પણ કિસ્સો વાયરલ થતાં સમય નથી લાગતો. આ વીડિયોને વધુમાં વધુ લોકો શેયર કરી રહ્યા છે અને આ મહિલા અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

 

આ સમાચાર પણ વાંચો – London: કોરોનાથી સંક્રમિત દર્દીઓને ઓળખી નાખશે હવે શ્વાન, જાણો રિસર્ચમાં શું બહાર આવ્યું

આ સમાચાર પણ વાંચો – PNB SCAM : ભાગેડુ MEHUL CHOKSI એન્ટિગુઆથી લાપતાં બન્યો , ભારતની પ્રત્યાર્પણની સંધિ ન હોવાનો લાભ લઈ CUBA પહોંચ્યો હોવાની આશંકા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">