સેવિયર હોસ્પિટલના કર્મીએ દર્દીના દસ્તાવેજો ચોરીને 30 રેમડેસિવિર ઈન્જેકશન ખરીદયા

રેમડેસિવિર ઈન્જેકશન ( remdesivir injections ) કેટલા ખરીદયા છે. કોના કોના દસ્તાવેજોના આધારે ખરીદયા છે. ખરીદેલા રેમડેસિવિર ઈન્જેકશન કોને કોને, કયા ભાવે વેચ્યા છે તેની પોલીસે હાથ ધરી તપાસ

| Updated on: Apr 15, 2021 | 11:05 AM

કોરોનાના કપરા કાળમાં, રેમડેસિવીર ઈન્જેકશનની ( remdesivir injections ) અછતનો લાભ લઈને કાળાબજાર કરનારાઓનો પણ રાફડો ફાટ્યો છે. રેમડેસિવીર ઈન્જેકશનના કાળા બજાર કરનારાઓના પર્દાફાશ ટીવી9 ગુજરાતી ચેનલે ગઈકાલે કર્યા બાદ, કાળાબજારનો વધુ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ નજીક લખુડી તળાવ પાસે આવેલ સેવિયર હોસ્પિટલના ( Savior Hospital ) એક ભેજાબાજ કર્મચારી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ અનુસાર, સેવિયર હોસ્પિટલમાં કોરોના માટે દાખલ દર્દીના દસ્તાવેજો ચોરીને હોસ્પિટલના કર્મચારીએ 30 રેમડેસિવિર ઈન્જેકશન ખરીદયા હોવાનું સામે આવ્યુ છે.

રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત હોવાને પગલે, સરકારે રેમડેસિવિર ઈન્જેકશન માટે સેન્ટ્રલાઈઝ પધ્ધતિ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે સેવિયર હોસ્પિટલના કોઈ તબીબ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેકશન ખરીદવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલતિ સરદાર વલ્લભભાઈ પટેલ ( svp) હોસ્પિટલના ફાર્મસી સ્ટોરમાં ગયા હતા. જ્યા કેટલાક દસ્તાવેજોના આધારે રેમડેસિવિર ઈન્જેકશન ખરીદવામાં આવ્યા હોવાનું જણાવાયુ હતું.

આથી રેમડેસિવિર ઈન્જેકશન લેવા ગયેલા સેવિયર હોસ્પિટલના તબીબે, હોસ્પિટલ સત્તાવાળોએન જાણ કરી હતી. જેના આધારે હોસ્પિટલે નવરંગપૂરા પોલીસ સ્ટેશને, હોસ્પિટલના જ કર્મચારી દેવાગ ઠાકર સામે ફરિયાદ નોંધવી હતી.

નવરંગપૂરા પોલીસે દેવાગ ઠાકર વિરુધ્ધ ગુન્હો નોંધીને, રેમડેસિવિર ઈન્જેકશન કેટલા ખરીદયા છે. કોના કોના દસ્તાવેજોના આધારે ખરીદયા છે. ખરીદેલા રેમડેસિવિર ઈન્જેકશન કોને કોને, કયા ભાવે વેચ્યા છે. આ પ્રકારના ગુન્હામાં અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે વગેરે મુદ્દે ઊડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">