મહારાષ્ટ્ર ડ્રગ્સનું હબ બની રહ્યું છે જવાબદાર કોણ?-મહારાષ્ટ્રમાં પકડાયેલા ડ્રગ્સ પર સંજય રાઉતના સવાલ-Watch video
અવારનવાર ડ઼્રગ્સના કેસ સામે આવતા જ રહે છે. છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં ડ્રગ્સ પકડાવાના કેસ સામે આવ્યા છે. આ પકડાતા ડ્રગ્સ પર સંજય રાઉતે સવાલ કરવાનું શરૂ કર્યું છે. મહારાષ્ટ્ર ડ્રગ્સનું હબ બની રહ્યું છે આ માટે જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છે. ડ્રગ્સના દુષણમાં રાજકારણ ગરમાયું છે.
સંજય રાઉતે વધુમાં પ્રશ્નો કર્યા હતા કે હજારો કરોડનું ડ્રગ્સ કોની રહેમ નજર હેઠળ આવી રહ્યું છે ગૃહ મંત્રાલય, પોલીસ, NCB શું કરી રહ્યા છે તે સવાલ પુછવામાં આવ્યા હતા. તેમજ બાળકો અને યુવાઓ ડ્રગ્સની જાળમાં ફસાઇ રહ્યા છે. આવા સવાલોનો મારો વરસાવ્યો હતો. મુંબઈ, પૂણે, નાગપુર, આ બધી જગ્યાઓ ડ્રગ્સનું હબ બની રહ્યું છે. આની માટે જવાબદાર કોણ છે? ગુજરાતમાંથી ડ્રગ્સ મહારાષ્ટ્રમાં કેવી રીતે આવી રહ્યું છે.
MD ડ્રગ્સ સાથે 07 આરોપી ઝડપાયા
તો બીજી તરફ જોવા જઈએ તો આ તરફ નાસિકના સોલાપુર બાદ પાલઘરમાં પણ એક વધુ ડ્રગ્સની ફેક્ટરી મળી આવી છે. 38 કરોડ રુપિયાના MD ડ્રગ્સ સાથે 07 આરોપી ઝડપાયા છે. જેમની પાસેથી 2 દેશી પિસ્તોલ અને 12 કારતૂસ પણ મળી આવ્યા હતા. વધુમાં તમને જણાવીએ કે આ ડ્રગ્સની ફેક્ટરી ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી. 18 ઓક્ટોબરના રોજ મુંબઈ નજીક સ્થિત મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે ભાયંદર પૂર્વમાં બિન્યાસા રેસિડેન્સી લોજમાં રેડ કરવામાં આવી હતી. આમાં પણ 251 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 લોકોને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓની પૂછપરછ કરી હતી. તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સ તનવીર અહેમદ ચૌધરી નામના વ્યક્તિનું હતું.
