Sabarkantha : ખરીફ સિઝનની પાક વાવણી પૂર્વે બિયારણ અને દવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી

Sabarkantha : ખરીફ પાક (Kharif crop) સિઝન પહેલા સાબરકાંઠામાં બિયારણ વિક્રેતાને ત્યાં ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગે તપાસ હાથ ધરી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 12, 2021 | 9:28 AM

Sabarkantha : ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી છે.  ખરીફ પાક (Kharif crop) સિઝન પહેલા સાબરકાંઠામાં બિયારણ વિક્રેતાને ત્યાં ગુણવત્તા નિયંત્રણ ખેતી વિભાગે તપાસ હાથ ધરી છે.

હાલ ચોમાસાની ઋતુને ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા ખેતી વિભાગે તપાસ હાથ ધરી છે. ખેડૂતો ખરીફ સિઝનની વાવણી કરે તે પૂર્વે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને હિંમતનગર શહેરમાં બિયારણ અને દવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે. 3 દિવસ ચાલનારી આ કાર્યવાહીમાં શુક્રવારે 6 વિક્રેતાને ત્યાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. તપાસ દરમિયાન 17 સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

ખરીફ પાકની સીઝનની શરૂઆત થઇ ગઈ છે. ગત વર્ષે કોરોના કાળને લઈને પોષણક્ષમ ભાવો મળ્યા ના હતા. તો બીજી તરફ મગફળીના બિયારણમાં મણ દીઠ 200 થી 500 રૃપિયાનો ભાવ વધારો થયો છે. જેના કારણે બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે જુલાઇ મહિનાના પહેલા વરસાદ થતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમ્યાન ખરીફ પાકની વાવણી કરવામાં આવે છે.

ખરીફ પાકમાં ડાંગર, વરીયાળી, દિવેલા, ગુવાર, દેશી કપાસ, નાગલી, કપાસ, મરચી, તલ, જુવારનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">