Rishabh Pant Accident: ફુલ સ્પીડમાં હતી કાર, ઘટનાના પ્રત્યદર્શીએ કહ્યું ભયાનક ક્ષણ

Rishabh Pant Accident: પંતની સારવાર કરી રહેલા ડોક્ટર સુશીલ નાગરે જણાવ્યું કે, પંતના માથા અને ઘુંટણ પર ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, અમારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો ત્યારે તે સંપુર્ણ રીતે સ્વસ્થ હતો મે તેની સાથે વાત પણ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 4:33 PM

ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંતની બીએમડબલ્યુ કાર શુક્રવારના રોજ દિલ્હી-દહેરાદુન હાઈવ પર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં પંતને ઈજા થઈ છે. 25 વર્ષીય ક્રિકેટર પંત તેના ઘરે જઈ રહ્યો હતો. તેમને દુર્ઘટના બાદ સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેના માથા અને પગમાં પણ ઈજા થઈ છે પરંતુ તેની હાલત સ્થિર છે. હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું પંત દુર્ઘટનાનો શિકાર બન્યો છે. તેની કાર વહેલી સવારે સાડા 5 કલાકે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. તેમણે કહ્યું રુડકીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાંથી તેમને દહેરાદુનની મેક્સ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.

પંતના માથા અને પગમાં ઈજા થઈ

હોસ્પિટલમાં પંતની સારવાર કરી રહેલા યુનિટેના ડોક્ટર સુશીલ નીગરે જણાવ્યું કે, પંતના માથા અને પગમાં ઈજા થઈ છે. મે તેની સાથે વાત પણ કરી છે. તે તેમના ઘરે જઈ માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મેં અહિથી તેને મેક્સ હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું છે. જ્યાં પ્લાસ્ટિક સર્જન તેની દેખરેખ કરશે. તેનો એક્સરે પણ કરવામાં આવ્યો છે. જેમાં એક્સરેમાં જોવા મળી રહ્યું છે કે, તેના હાડકા તુટ્યા નથી.

જમણા ઘૂંટણમાં ઈજા છે અને તે કેટલી ગંભીર છે તે એમઆરઆઈ કે પછી વધુ તપાસ દ્વારા જાણવા મળશે. આ દરમિયાન ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પંતની કાર સળગતી જોવા મળી રહી છે. આ ઘટનામાં પંતને બચાવનાર વ્યક્તિએ પણ આપવીતી જણાવી હતી.

બીસીસીઆઈએ નિવેદન જાહેર કર્યું

બીસીસીઆઈએ પણ પંતની સ્થિતિને લઈને એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે તે પંતના પરિવારના સંપર્કમાં છે અને બોર્ડની મેડિકલ ટીમ પણ પંતની સારવાર કરી રહેલા ડૉક્ટરોના સંપર્કમાં છે. BCCIએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “પંતના કપાળ પર ઈજા છે, જમણા ઘૂંટણમાં પણ ઈજા છે. તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને એડીમાં પણ ઈજા થઈ છે. આ સિવાય તેની પીઠ પર પણ ઈજાઓ છે. તેમની હાલત સ્થિર છે અને હવે તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">