Remdesevir : 3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કરી જાહેરાત

કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે સરકાર Remdesevir નું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે.

| Updated on: Apr 14, 2021 | 7:28 PM

Remdesevir : કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ બુલેટ ગતિએ વધી રહ્યું છે. કોરોનાના ઉપચારમાં રેમડેસીવીર ઇન્જેક્શન લાઈફસેવર તરીકે માનવામાં આવે છે. જો કે આજકાલ રેમડેસીવીર મોટી માંગ, અપૂરતો જથ્થો, કાળાબજારી અને ખાનગીમાં ઉંચી કિંમતે વેચવા જેવી વિવિધ મુદ્દાઓ અંગે ખુબ ચર્ચામાં રહ્યું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેમડેસીવીરની નિકાસ બંધ કરી હતી અને હવે તેના ભાવ ઘટાડવાની પણ જાહેરાત કરી છે.

મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
ગુજરાતના રાજ્યસભા સાંસદ તેમજ કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ, કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્રધાન મનસુખ માંડવિયા ( Union Minister Mansukh Mandviya )દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા.12 અને 13 એપ્રિલના રોજ ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. જેમાં Remdesevir ના ઉત્પાદન – સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા.

રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરાયો
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે હાલમાં દેશના સાત Remdesevir ઉત્પાદકોની ક્ષમતા 38 લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની 7 સાઈટ પર 10 લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા 6 ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCA) દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની 30 લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા 78 લાખ વાઇલ પ્રતિમાસ નો ધરખમ વધારો થશે.

3500થી ઓછી કિંમતે મળશે રેમડેસીવીર
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે તા.11 એપ્રિલ 2021NA રોજ DGFT દ્વારા રેમડેસીવીર પર તેના API અને ફોર્મ્યુલેશન માટે નિકાસ પ્રતિબંધિત કરાયો હતો. સરકારનાં હસ્તક્ષેપથી રેમડેસીવીરના લગભગ 4 લાખ વાઇલ કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોવિડ સામેની લડાઇમાં સાથે જોડાતાં રેમડેસીવીરના ઉત્પાદનકર્તાઓ અઠવાડિયાના અંત સુધીમાં સ્વેચ્છાએ રેમડેસીવીરનો ભાવ રૂ.3500 થી ઓછી કિંમતે ધટાડી દેશે.

સરકાર સતત રાખી રહી છે નજર
રેમડેસીવીરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પીટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટે નિર્દેશો અપાયા છે. DGGI દ્વારા ભારત અને રાજયની એનફોર્સમેન્ટ ઓથોરીટીને કાળાબજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે. આ સાથે જ National Pharmaceutical Pricing Authority (NPPA) રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે સતત મોનીટરીંગ કરી રહ્યુ છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">