Rathyatra 2021 : ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને ગુરુવારે યોજાશે જળયાત્રા

હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. આ રથ યાત્રા પહેલા જળયાત્રા નીકળે છે.

  • Publish Date - 12:48 pm, Wed, 23 June 21 Edited By: Charmi Katira

Rathyatra 2021 : ગુજરાતની શાન ગણાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદમાં (Ahmedabad) દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. આ રથ યાત્રા પહેલા જળયાત્રા નીકળે છે.

આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા છે. જોકે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઈને કોઈ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. પણ સરકાર દ્વારા રથયાત્રાના પ્રથમ ચરણ એવી જળયાત્રા કાઢવા માટે મંજૂરી અપાઈ છે. જે જળયાત્રા પ્રોટોકોલ સાથે નીકળવામાં આવશે. જે જળયાત્રા નીકળવાનો લઈને જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આવતીકાલે એટલે કે ગુરુવારે જળયાત્રા નીકળવાની છે તેને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

જળયાત્રા એ રથયાત્રાનું પ્રથમ ચરણ કહેવાય છે. જેમાં દર વર્ષે જ્યારે જળયાત્રા નીકળે છે. ત્યારે તેમાં 108 કળશ. 5 ગજરાજ, ધજાઓ અને ઢોલનગારા સાથે હરિભક્તો જોડાતા હોય છે. પણ 2020 થી શરૂ થયેલા કોરોનાને લઈને આ વર્ષે રથયાત્રા પર તેની અસર જોવા મળી છે. કેમ કે ત્રીજી લહેરની શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે રથયાત્રા જો કાઢવામાં આવે એ મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાય અને તેમાંથી કોરોના સ્પ્રેડ થાય તે ચિંતા તંત્રને સતાવી રહી છે. જેને જોતા હજુ સુધી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. પણ જળયાત્રા માટે પ્રોટોકોલ સાથે જળયાત્રા કાઢવા મંજૂરી અપાઈ છે.

&;

આવતી કાલે નિકળનારી જળયાત્રા જગન્નાથ મંદિર થી સોમનાથ ભુદરપુરાના આરા સુધી નીકળશે. જેમાં આ વર્ષે 5 કળશ. 1 ગજરાજ. કેટલીક સંખ્યામાં ધજાઓ સાથે 50ની સંખ્યામાં મહંત. સેવકો અને હરિભક્તો જોડાઈ શકશે. જે જળયાત્રામાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાશે. જે તમામે કોરોના ગાઈડ લાઈન પાડવાની રહેશે.

તો આ તરફ મહંત સહિત હરિભક્તોને આશા છે કે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે. જે આશા વ્યક્ત કરતા મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે સરકાર જે નિર્ણય લેશે તેની સાથે તેઓ સહમત છે. કેમ કે કોરોના ગયો નથી. કોરોના યથાવત છે. અને દરેક નાગરિકની સુરક્ષા પણ જરૂરી છે. ત્યારે જળયાત્રા બાદ ચિત્ર સ્પષ્ટ થાય તેમ લાગી રહ્યું છે કે મહંત અને હરિભક્તોની આશા ફળે છે કે નહિ. કે પછી ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નહિ નીકળી શકે ?

આ વર્ષે અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાને મહારાષ્ટ્રિયન રજવાડી સ્ટાઇલના વાઘા અર્પણ કરવામાં આવશે. આ રથયાત્રામાં ભગવાનના વાઘા માટે સફેદ અને વાદળી કલરનો ઉપયોગ કરવામાં આવશે. ભગવાનના વાઘાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલી વાર રથયાત્રા મંદિરના બહારના પરિસરમાં ફરી હતી.